અરજી કરૂ હું માવડી – નવરાત્રી ગીત
ARAJI KARU HU MAVADI – BEST NAVRATRI SONG
રચનાઃપ્રતિક આહિર
છંદ
રવરાય રવેચી, વાગડ વાળી, પાવાગઢ થી મહાકાળી,
મોગલ મછરાળી, મઢડા વાળી આવે સોનલ,
સુખકારી આરાસુરવાળી, બહુચર બાળી,
ખોડલ આવે ખમકારી, રઢિયાળી જામી રાત નિરાલી, આવો રમવા બિરદાળી….
હે……. કુળદેવી મા તું કચ્છ તણી આશાપુરા મા જાગતી,
હજાર બેઠી રવ વાગડે મોમાઈ રવેચી રાજતી,
ખંભલાવ એકલ જોગણી હા ભાઈ થી વાઘેશ્વરી
નવરાત રમવા આવજો અરજી કરું છું માવડી……
હે…… ચોટીલે ચંડી ચામુંડા સિંહે સવારી શોભતી,
માટેલ ધરે થી માત ખોડલ સાતે બહેનો આવતી,
સોનલ, મોગલ ને મોણીયા થી માત નાગલ નીસરી,
નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી…….
હે…… હરસિધ્ધિ ને હિંગળાજ આવડ અંબિકા આરાસુરી,
મહાકાળી માં મેલડી રાંદલ બાળા બહુચરી,
રાજલ ચાપલ ને જીવણી આવો પીઠડ પરમેશ્વરી,
નવરાત રમવા આવજો અરજી કરું હું માવડી……