આઈ કરું છું અરજી – માતાજીનું ભજન
AAI KARU CHHU ARAJI – MATAJI NI CHARAJ
રચના: દિલજીત
DOWNLOAD CLICK TO MP3 FILE
આઈ કરું છું અરજી, મારો સાદ કાં સુણે નઇં
કયા અપરાધે કરણી, અમથી મુખ મરોડી ગઈ…
હોય હજારો બાળના ગુના, પણ જનની જુએ નઇં,
ધાહ સુણે તાં ધ્રોડતી આવે, ઘટમાં ઘાંઘી થઈ…
ગણ તોરા અવગણ અમારા, ત્રાજવે તોળીસ નઇં,
અંધ લંપટ નફટ છોરુના, ખાતા ખોલીશ નઇં…
માફ કરી દેને માવડી, હવે નવા કરીશું નઇં,
કીધા ગુના મા વિસરી જા ને, રાખ શરણે રાજી થઈ…
મઢડાવાળી માત આવો, હવે આઈ અવતારુ લઈ,
રાહ ભૂલેલા ને વાળજે વાટે, દિલથી ડારો દઈ…
મીટ મંડાણી મઢડે, બીજે ચિત્તડું ચોટે નઇં,
મા વિનાના દેવના ગુણલા, ગાવા ગોઠે નઇં…
શિવ બ્રહ્મા હરિ ભૂલે ભલે, પણ માતા તું મેલીશ નઇં,
મા વિહોણા દેવના ‘દિલજીત’ દેવળ દીઠા નઇં…