આહિરની છે દિકરી એનું અમરમાં – દેશી ભજન
AHIR NI CHHE DIKRI ENU AMAR MA – BHAJAN
રચનાઃ અનામી
આહિરની છે દીકરી એનું અમરમાં છે નામ,
હરિની હારે લગની લાગી ભજીયા સુંદર શ્યામ….ટેક
હો….. વાવડી ગામ છે ને પરબ રૂડા ધામ છે,
અલખના રે નામનો સાદ રે સંભળાય…. હરિની હારે..
હો….. વેલના ગાડા આવે એમાં રે અમરમાં આવે,
પાણીડા પીવા પરબે અમરમાં જાય…. હરિની હારે….
હો…. બાપુ દેવીદાસ કરે રક્ત પીતીયાની સેવા,
હાથ રે મેલેને કાયા હેમની રે થાય…. હરિની હારે….
હો….. માતાજીના નામે એવા ઉજાળ્યા આહિર કુળ,
એવા સેવકોની લેજો તમે સંભાળ…. હરીને હારે…..