ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં – સંતવાણી ભજન સંગ્રહ
UMAIYA NE ASHRAM NARAD PADHARYA-BEST SANTVANI LYRICS
રચનાઃઅનામી
જી રે સંતો ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં, એવા સતીએ સનમાન કીધાં,
રુંઢ માળા પ્રશ્ન નારદને પૂછ્યાં, એવો ઉમાને ઉપદેશ દીધો… ટેક.
જી રે સંતો સતી ઉમાજી શિવજીને પૂછે, અમને ભક્તિ નો બતાવો,
જી રે શિવાજી અખંડાનંદ તમે કહેવાવ છો, મારે જનમ મરણ અવતાર… ઉમૈયાને આશ્રમે…
જી રે શિવજી ભક્તિ તણો અમને ભેદ બતાવો, મારે રુદીયે આવે ઇતબાર,
શિવજી ગંગાને જટામાં રાખો, બહાર કહેવાય છો બ્રહ્મચારી…ઉમૈયાને આશ્રમે…
જી રે શિવજી નિજારી નારીને તમે વશ થયા છો, તેનો પ્રેમરસ જોયો ચાખી,
દેવી તમે સ્ત્રી અંગ, અજ્ઞાનનું જી તમને અજર પ્યાલો કેમ ઝરશે…ઉમૈયાને આશ્રમે…
જી રે સંતો કુબેરને ભંડારી કરી થાપું, તમને મહામંત્ર કહીએ રે આપું
દેવી તમારા પિતાનું મસ્તક છેદું જી, દક્ષ પ્રજાપતિ બેઠો કીધો…ઉમૈયાને આશ્રમે…
દેવી સતી રે સીતાનું રુપ ધરીને તમે રામ રાજા કરી જાણ્યા રે,
ચૌદ રે લોકના કર્તા હતા તેને પરિબ્રહ્મ નવ જાણ્યા રે…ઉમૈયાને આશ્રમે…
શિવજી ભક્તિ આપો નકર પૃથ્વી ઉથાપું જી, જગમાં કરું ધુંધકારા,
ચૌદ રે લોકને પરલઈ કરું, મર ને જાણે સરજનહાર…ઉમૈયાને આશ્રમે…
જી રે સંતો બ્રહ્મા વિષ્ણુ મહેશ મળીને સતીના વચને વિચર્યા,
શિવજી મહામંત્ર લઈ ઉમાને આપોજી, અમને વણમોતી મત મારો…ઉમૈયાને આશ્રમે…