એવી અગમ પર ઓળખાણું રે – ગુજરાતી ભજન સંતવાણી
EVI AGAM PAR OLAKHANU RE – BHAJAN LYRICS GUJARATI
રચનાઃ દાસ લાભુ
એવી અગમ પર ઓળખાણૂ રે,
આપી ગુરુએ પ્રેમ કરી,
ત્યારે સત અસત પરખાણું રે,
મન મેવાસી બેઠું કરી…. ટેક
તમો ગુણ દેખી જેહી સત્વગુણ આણે,
ઘરે નહીં મન ક્રોધ,
જ્ઞાન વૈરાગ્યથી આનંદમાં રહેવે,
બોલીમાંથી લીયે બોધ,
એવા પ્રવૃત્તિ પરજાળે રે,
સુખ દુઃખ કાપે શબ્દ કરી…. એવી અગમ પર
વૈરાગી બાળની સુરતે સાંભળીને,
મન થકી મનની લીધી સાર,
સોળ રે કળાના સોળ શણગાર સજ્યા,
રિઝર્વ્યો સોહમ સચરાચાર,
ત્યારે રેણુકાર પખાજ વાગી રે,
ત્રિવેણી પર મચ્યો ધમસાણ…. એવી અગમ પર
નિવૃત્તિ નારી સાથે આત્મ રાજા,
પોઢીયા શાંતિ સૈયા માય,
રેણુકારના રે રાગ જ વાગ્યા,
નાભી એ ઉભી સુરતા નાર,
એવા છત્રીસ વાજા વાગે રે,
સાંભળે કોઈ સંત સુજાણ…. એવી અગમ પર
અજ્ઞાન અંધારું દૂર થયું ને,
સદાય વાયુ છે વહણુ,
કોટી રવિ તણા હુવા ઉજીયારા,
અગમ સૂજ્યા ઈ પ્રકાશ,
એમ દાસ લાભુ કહે છે રે,
એક શબ્દ નિશાન ધાર્યા….. એવી અગમ પર
એક કંગાળ બ્રાહ્મણ કનૈયા સે – સુંદર ભજન
SANTVANI DHAM , GUJARATI DAYRO SANTVANI