એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું – સંતવાણી ભજન
SHANKA RE PADI NE AVALU SUJIYU – SANTVANI LYRICS
રચનાઃ સતી લોયણ
એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું,
ક્યાં ગયા સતિ દેવલદે નાર…. ટેક
એજી પથ્થર દેવાયત પ્રભુજીને માનતો,
અને દેવાયત ભૂલ્યો ભાન,
એ ચલો રે કર્યા રે સાડા સાતસો,
અને રથડો કર્યો તૈયાર…. એવી શંકા રે
પણ જ્યાં ધાર રે આવીને એજી ધરો ભાંગિયો,
અને પૂછ્યા એણે લુહારીના ઘર,
ભાઈ રે લુહારી વીરા તને વિનવું,
રથડો મારો કરો ને તૈયાર…. એવી શંકા રે
એજી અંજળો હતો અગિયારસનો,
બંધ હતા લુહારીના કામ,
છતાં ધરો ધગાવા એને મૂક્યું,
હવે દેવાયત દયોને ઘણના ઘાવ…. એવી શંકા રે
એ ક્રોધ રે કરીને ઘણ એને માર્યો,
ત્યાં તો એરણ ગઈ છે પાતાળ,
ઘુટી રે ઉપર ધરો એણે સાંધીયો,
અને દેવાયતના ઉતર્યા અભિમાન…. એવી શંકા રે
સેલણસીની ચેલી લોયણ બોલ્યા,
ગુરુજીની મુલનું નહીં પાર….. એવી શંકા રે