એવી સાચી રે અમર માની ચુંદડી – પરબ ધામનું ભજન
EVI SACHI RE AMAR MA NI CHUNDADI RE – PARAB NA PIR NU BHAJAN
રચનાઃ સાદલ પીર
એવા પશ્ચિમ ધરાના ખેતર ખેડીયા,
એના વાવનારા જશો ને વોળદાન,
એવી દેજો રે દેવાંગી માની ચુંદડી….
એવી સાચી રે અમર માની ચુંદડી
એવો સુધ રે બુદ્ધનો ચરખો માંડ્યો,
તારા કુલનો રે કાઢ રે કપાસ…
એવી સાચી રે અમર માની ચુંદડી
એવી તેની રે બાંધો રે દો દો ગાંસડી,
હું તો પ્રેમ રે પીંજવાને જઈશ…..
એવી સાચી રે અમર માની ચુંદડી
એવા અમરમાં એ સુતર કાતિયા,
એના વણનારા રે કબીર દાસ…..
એવી સાચી રે અમર માની ચુંદડી
એવા એના વણ્યા રે દો દો ફાળિયા,
એક ધરતીને બીજો આકાશ….
એવી સાચી રે અમર માની ચુંદડી
આવા પ્રેમના રે ફાંસમાં એને,
એવે બિબે રે પડી રે રૂડી ભાત….
સાચી રે અમરમાની ચુંદડી
એવી ચુંદડી ઓઢીને રે પરબે હાલીયા,
એને સામા મળ્યા છે દેવીદાસ…..
એવી સાચી રે અમર માની ચુંદડી
એવા સાદલ પીરે ગાઈ માની ચુંદડી,
માતા અમરમાં કેરો રે પ્રતાપ ….
એવી સાચી રે અમરમા ની ચુંદડી….