કંથળનાથની ગોદડી – ૭ -ભજનની સરવાણી
KANTHALNATH NI GODADI -07 BEST SANTVANI LYRICS
રચનાઃદાસનાથ
સિધ્ધપુરથી નાથજી આવ્યા,
ઉતર્યો જોગી કચ્છ ડુંગર માથે,
કચ્છના ડુંગરે આસન વાળ્યા અને
આવ્યા કાળા ડુંગર માથે…સિધ્ધપુરથી…
કાળા ડુંગર ઉપર ધુણો લગાયો
નવનીધિ જેની સાથે,
અખિલ આસન ને અખિલ મઢી છે
અખિલ ગુરૂ જેની સાથે…સિધ્ધપુરથી…
પગેરૂ લઈને માતાજી આવ્યા,
આવ્યા કંઠળનાથજી પાસે,
માંગુ મોહમાઈ માં નામ કહાવે
સાંઢ અસ્વારી સાથે…સિધ્ધપુરથી…
મોહમાઈ માં ને નાથ સમજાવે
ભજન કરો ચાલે સાથે,
જપ તપ યોગ કરવા દયો ને
તમે રહો આ ડુંગર માથે…સિધ્ધપુરથી…
માંગુ માં ને જ્ઞાન ઉપનીયું
ડુંગર પર મઢી વાળે,
દાસ નાથ ગુરૂને ચરણે
માં દુઃખ દરદને ટાળે…સિધ્ધપુરથી…
હેડો જુલમ જોરાવર -કાફી – કચ્છી ભજન
BEST GUJRATI BHAJAN LYRICS WEBSITE