કંસ તારો વેરી – સંતવાણી ભજન
KANS TARO VERI SACHA SANT – BEST GUJARATI BHAJAN LYRICS
રચનાઃ પુરૂષોત્તમદાસ
કંસ તારો વેરી, સાચા સંતનો ઝવેરી,
જેલમાં જન્મ્યો કંસ તારો વેરી… ટેક.
કાળી કાળી રાત અંધેરી,બે કાંઠે જમુના ગહેરી,
વાસુદેવ ગોકુલ હાલ્યા, કનૈયાને તેડી..જેલમાં જન્મ્યો…
જેલમાં જઈને કંસે, બેની દેવકીને કનેડી,
ઉડી ગઈ માયારૂપી,વીજળી વિલેરી…જેલમાં જન્મ્યો…
ઝુલાવે જશોદા મૈયા, ઝૂલે છે નંદલાલો લહેરી,
આભેથી વરસાવે દેવતા, ફૂલડા સોનેરી…જેલમાં જન્મ્યો…
માસીબાને ખોળે ખેલી, નાખ્યા એના પ્રાણ ખંખેરી,
જમુનામાં કુદી કાને, નાગ નાથ્યો ઝેરી…જેલમાં જન્મ્યો…
સેવકના સંકટ ટાળ્યા, જેની ભાવના ભલેરી,
પુરુષોત્તમના પ્રભુએ નાખ્યો, કંસને વધેરી…જેલમાં જન્મ્યો…