કોઈની થોડી શરમ રાખો- ગઝલ
KOI NI THODI TO SHARAM RAKHO – BEST GUJARATI GAZAL LYRICS
રચનાઃનઝીર
કોઈની થોડી શરમ, રાખો તો સારી વાત છે,
ને બધો બાંધ્યો ભરમ,રાખો તો સારી વાત છે.
સાવ નિલઁજ થઈ જવું, એ આપને શોભે નહીં,
કંઈક પડદાનો ભરમ, રાખો તો સારી વાત છે.
ગેરે રસ્તે કોઈને, દોરી જવું સારૂં નથી,
વાત પોતાની મોભમ, રાખો તો સારી વાત છે.
સાવ નાસ્તિક થઈ જવાનો, અર્થ કંઈ રહેતો નથી,
દ્રષ્ટિમાં દયા દરસ, રાખો તો સારી વાત છે.
સાવ બસ બેફામ ‘નાઝીર’ બોલવું સારું નથી,
કોકની જો શેહ શરમ, રાખો તો સારી વાત છે.