કોઈને આગ લાગું છું – સુંદર ગુજરાતી ગઝલ
KOI NE AAG LAGU CHHU – BEST GUJARATI GAZAL
રચનાઃ નાઝીર દેખૈયા
કોઈને આગ લાગું છું, કોઈને નૂર લાગું છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર લાગું છું…
દયાળુઓ દશા એવી કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને તો કોઈને મગરુર લાગું છું…
હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ને જોજમ દૂર લાગું છું…
તમારા રુપની રંગ ભરી છે મારી આંખોમાં,
અને આ લોકને લાગ્યું કે હું ચકચૂર લાગું છું…
કસોટો પર તો ‘નાઝીર’ છું ફક્ત એક કાચનો કટકો,
ખુદાની મહેરબાની છે કે કોહીનૂર લાગું છું…
આઈ હે કિસી કી યાદ – બેસ્ટ ગઝલ ગીત
સંતવાણી ભજન ગુજરાતી,સંતવાણી ધામ