કોઈ રે બતાવો અમને જોગીડો-સંતવાણી ભજન ગીત
KOI RE BATAVO AMANE JOGIDO-BEST SANTVANI SONG
રચનાઃ ગોરક્ષનાથ
કોઈ રે બતાવો અમને જોગીડો,
જોગી મારી કાયાનો ઘડનાર,
જોગી રે મળે તો અમે જીવીએ,
નહીંતર જાશે મારા પ્રાણ… ટેક.
ચોપાટ માંડી સંતો શૂન્યમાં,
ખેલુ હું તો પિયુ સંગે દાવ,
હું રે હારૂં તો પિયુ મારી સાથમાં,
પિયુજી હારે તો મારી પાસ…કોઈ રે બતાવો…
હું રે હરણી ને પિયુ મારા પારધી,
માર્યા છે કાંઈ શબ્દોના બાણ,
વાગ્યાં રે હશે સોઈ નર જાણશે,
અવર શું જાણે અજાણ…કોઈને બતાવો…
હું રે પ્યાસી પ્રભુજીના નામની રે,
જપું હું તો પિયુ પિયુ જાપ,
મછંદર પ્રતાપે ‘ગોરક્ષ’ બોલીયા,
તન મનમાં રહ્યા સમાઈ…કોઈ રે બતાવો…