કોણ હલાવે લીમડી – ભાઇ બેનનું પ્રેમગીત
KON HALAVE LIMDI – BHAI BAHEN NA PREM NU GEET
રચનાઃલોકગીત
લીલી લીલી લીબડી ને શીતળ એની છાંય
બેન હિચોડે હિંચતી એ હિંચોવે એનો ભાઈ…..
કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી
ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝૂલાવે ડાળખી……
લીમડી આજ ડાળ ઝૂલાવે લીંબોડી ઝોલા ખાય
હિંચકો નાનો બેનનો આવો, આમ ઝૂલણીયો જાય
લીલુડી લીબડી હેઠે બેનુડી હિંચકે હિંચકે…..કોણ હલાવે લીમડી…
બેની મારી હિંચકે હિંચે,ડાળીઓ હું ઝૂલાવું
પંખીડા ડાળીએ બેસો, પોપટને પ્રેમથી હિંચો…..કોણ હલાવે લીમડી…
આજ હિંચોડું બેનડી તારા હેત કહ્યા ન જાય,
મિઠડો આયો આજ બેની, તારા હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે,બેનીના હિંચકો ડોલે….કોણ હલાવે લીમડી…
કાળજા કેરો કટકો – વિદાય ગીત
સુંદર ગુજરાતી ગીત સંગ્રહ