ગુજરાતી સાખીઓ – સંતવાણી ભજનમાં ગવાતી સાખી
SAKHI – GUJARATI BHAJAN SAKHI LYRICS
પગમાં ખલકના પતિ,
જોને બળતીસા ઝાળ,
ભાળવા જાશ ભૂપાળ,
શેત્રુંજાને શામળા…..
મામો સગો મારવો,
કદી ઘટે ના કાન,
ભૂલી ગયો ભગવાન,
સંબંધ મામાનો શામળા….
મૈયારી થઈ મહી વેચવા,
જાતિ હતી જે,
એને આડ ફેરે આવી,
સંતાપેલ તે શામળા….
વાંસળીયે વળુભતી,
નવલખ ધેનું નાથ,
એની હરિવર તારે હાથ,
સુધય લેતો નથી શામળા…..
નંદને ઘેર નાથજી,
અવતરીયા તા આપ,
બાળપણમાં બાપ કેદી,
સખણા રહ્યા શામળા….
કૃષ્ણની જે બંદગી કરે,
નર જીભાતે નાર,
એની દડજ જાય દરિયા પાર,
સિંધના કેડે શામળા…..
સરગાપરનું શેર,
નસે ભાળ્યુ નજરે,
માધવ કરીને મેર,
તું સામો હાલ્ય શામળા….
ગોબર ભરેલી ગોપીઓ,
એના એઠા ખાધેલ અન્ન,
માવા તારા તન,
(કોઈ દી) મોટા ન હોય માવજી….
દામેણી ન દાગવી,
મેં ઓધા માધા,
શા સારું સગા,
સામું ન જો શામળા….