જય ગુરુદત્ત જય ગિરનારી – ભજનનાં ભરોસે – ગુજરાતી ભજનો
JAY GURUDATTA JAY GIRNARI – BEST BHAJAN SANTVANI
રચનાઃ અનામી
જય ગુરુદત્ત જય ગિરનારી
અલખ નિરંજન અલખ નિરંજન,
જય ગુરુદત્ત જય ગિરનારી,
અલખ નિરંજન અલખ નિરંજન,
જય ગુરુદત્ત જય ગિરનારી…. ટેક
ઊંચા આસન ગિરનાર ઉપર,
માતા અનસોયા ના લાલ તમે,
દત્ત દિગંબર અવધૂત યોગી,
અજર અમર ગુરુ અવતારી…. અલખ નિરંજન….
ધુણા ધખે જ્યાં સિદ્ધ સંતોના,
રિદ્ધિ સિદ્ધિના જ્યાં ભંડારી,
નવનાથને સિદ્ધ ચોર્યાસી,
ગરવો દાતાર ગિરનારી…. અલખ નિરંજન….
અઢારે વરણ જ્યાં જાત્રાએ આવે,
નમન કરે છે નર નારી,
દામો કુંડમાં સ્નાન કરતા,
પાપી થાય પાવનકારી….. અલખ નિરંજન….
હરીહર નો જ્યાં સાદ પડે છે,
ધજા ધરમની ફરકાવી,
સંતો ભક્તોના રાવટીયોમાં,
ગુરુગમ વાણી સંભળાણી…. અલખ નિરંજન