જાણે કોઇ અનુભવી જ્ઞાની – શ્રેષ્ઠ ગુજરાતી ભજન ગીત
JANE KOI ANUBHAVI GYANI – BEST BHAJAN GUJARATI
રચનાઃ દાસ સત્તારશા
એને જાણે કોઈ અનુભવી જ્ઞાની,
જ્ઞાનની વાતો છાની…. ટેક
વાલીડા મારા મૂંગે સ્વપનામાં મોજો માણી,
સમજે પણ વદે ન વાણી….. જ્ઞાનની વાતો
વાલીડા મારા મુંગો સમસ્યામાં બોલે વાણી,
કોઈ જ્ઞાનીએ ગત એની જાણી…. જ્ઞાનની વાતો
વાલીડા મારા જ્ઞાનમાં મોજો મજાની,
એને શું સમજે અભિમાની….. જ્ઞાનની વાતો
વાલીડા મારા કહે છે સત્તાર દાસ ધ્યાની,
સિદ કરો છો ખેચાતાણી…. જ્ઞાનની વાતો
પાંચાળનું પરગટ છે પીરાણું – ગુજરાતી ભજન ગીત