દિવસ આવ્યા – ગુજરાતી બેસ્ટ ગઝલ ગીત
DIVAS AAVYA – GUJARATI GAZAL SONG
રચનાઃ નાઝિર દખૈયા
હવે સપના બધા સાક્ષાત કરવાના દિવસ આવ્યા,
નજરથી વાતની શરૂઆત કરવાના દિવસ આવ્યા…..
વસંત આવીને વા થી વાત કરવાના દિવસ આવ્યા,
કોક પાગલ જેમ સન્નેપાત કરવાના દિવસ આવ્યા…..
હવે ધોળે દિવસ આવી રહ્યા છે એમના સમણા,
દિવસ જેવા દિવસને રાત કરવાના દિવસ આવ્યા …..
સહીને ઘાવ શત્રુના થઈ તી આંખ આ કોરી,
ને એની યાદે અશ્રુપાત કરવાના દિવસ આવ્યા ….
તમે આવ્યા તો આવી હામ આ નજીરના હૈયામાં,
હવે તો મોતને પણ માત કરવાના દિવસ આવ્યા….