દોહા (સાખીઓ) – ગુજરાતી દોહા -કાગબાપુનાં
DOHA (SAKHI) – GUJARATI DOHA – KAGBAPU NA DOHA
ગીયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે,
માતા જાય મર્યે, કેમ વિસરીએ, કાગડા?
પંડમાં પીડ ઘણી, સાંખીને હસતી સદા,
માયા માત તણી, કેમ વિસરીએ, કાગડા?
મોતે નાળ્યું માંડીયું, જમ જડાફા ખાય,
છોરુની ચિંતા થાય, કેમ વિસરીએ, કાગડા?
ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે,
છોરુની ચિંતા થાય, કેમ વિસરીએ, કાગડા?
કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણા લાગી,
ન કર્યા દુઃખડા નેણ, કેમ વિસરીએ, કાગડા?
આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘મા’, કોઠાને ટાઢક કાગડા.
મોઢે બોલું ‘મા’ , સાચેય નાનપ સાંભરે,
મોટપની મજા, મને કડવી લાગે કાગડા.
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં,
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા.
ભગવંત ને ભજતાં, મહેશ્વર આવી મળે,
મળે ન એક જ મા, કોઈ ઉપાયે કાગડા.
મળી ન હરને મા, મહેશ્વર જો પશુ થયાં,
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા.