હર હર શંભુ હર હર શંભુ – ગુજરાતી ભજન ગીત
HAR HAR SHAMBHU HAR HAR SHAMBHU – BEST SHIV BHAJAN
રચનાઃ અનામી
હર હર શંભુ હર હર શંભુ જગદીશ્વર જગરાયા,
છે અજબ તમારી માયા,
ભક્તજનોની ભીડ ભાંગી ને ભીડભંજન કહેવાયા,
છે અજબ તમારી માયા….. ટેક
પશુ પંખીને વન ઉપવનમાં,
જલ ચેતન ને પાણી પવનમાં,
અદભુત રચના જોઈ તમારી,
ભલા ભલા ભરમાયા છે ,
અજબ તમારી માયા……
પાપીને પણ આપ ઉગારો,
ક્ષમાશીલ છે ભાવ તમારો,
જે કોઈ શરણે આવે તેને,
આપો મીઠી છાયા,
અજબ છે તમારી માયા….
દેવ અને દાનવના સંગી છતાં,
આપ છો એક જ રંગી,
શુક્ર સનકાદિક વેદ પુરાણે,
ગુણ તમારા ગાયા,
છે અજબ તમારી માયા….
ડમક ડમક ડાક ડમરૂ જ્યાં બોલ્યો,
નેત્ર ત્રીજું ત્યાં આપે ખોલ્યો,
નિમિષ માત્ર માં સળગી ઉઠી,
કામદેવને કાયા,
છે અજબ તમારી માયા…
જગની રક્ષા કરવા માટે,
નામ નીલકંઠ ધરવા માટે,
વિશ પીને મહાદેવ તમોએ,
અમૃત જગને પાયા,
છે અજબ તમારી માયા…..