ભેદુ રે મળે તો વાતું કીજિયે- ગુજરાતી ભજન સંતવાણી
BHEDU RE MALE TO VATU KIJIYE – BHAJAN LYRICS
રચનાઃ દાસ રેવો
ભેદુ રે મળે તો વાતું કીજિયે,ભેદુ મરમને જાણે,
અણસમજુને શું કહીએ? પક્ષ પોતાનો તાણે ……ટેક
ભેદુ રે મળે તો ભેદ કંઇ નથી,એકરસ થઇને રહીએ,
આનંદ વધે અતિ ઘણો,એ સુખ કોને કહીએ?…….ભેદુ મરમને જાણે,
હીરાના ગ્રાહક હીરા લે, મૂલ મોંઘેરા ખરચી,
બાજા કાંઇ જાણે નહીં,રહીએ પોતામાં સરચી….ભેદુ મરમને જાણે,
મુક્તાફલની રે ગાંઠડી,ઉઘાડી નવ કીજે,
બદ્રીફલના ગ્રાહકને, એમ જ કેમ દીજે ?……ભેદુ મરમને જાણે,
વિષય વલ્લભ છે જેહને, તેને સુધા કેમ દઇએ ?
કહે રેવા એમ જાણીને,સાધુ શરણે રહીએ ……ભેદુ મરમને જાણે,