SATSANG KIRTAN
KIRTAN-08
MOGARA NA FUL SAKHI….
શ્રીજી મહારાજનું કિર્તન
કિર્તન ગંગા
મોગરાના ફુલ સખી મોગરાના ફુલ….
મોગરાના ફુલ સખી મોગરાના ફુલ,
શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફુલ….
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રઢિયાળી,
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી,
ખીલ્યા ખીલ્યા છે ત્યાં તો મનગમતાં ફુલ ,
શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફુલ…..
ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી,
કેતકી કરેણ જાઇ જુઇ અલબેલી,
મોગરાની પાખડીએ મુખ શ્રીજીનું દીઠું,
એકસોને આઠ ચુંટ્યાં મોગરાના ફુલ ,
શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફુલ……
મોગરાના ફુલ સખી મોગરાના ફુલ,
શ્રીજીને પ્યારા બહુ મોગરાનાં ફુલ….
સ્વામિનારાયણ ભગવાનનાં કિર્તન,કિર્તનની રસમાળા,SANTVANI DHAM,SATSANG MALA SHREE JI NI