લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ
LILI LIMBADI RE LILO NAGARVEL NO
લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ…
પ્રભુ પરોણલા રે મારે ઘેર ઉતારા કરતા જાવ.
ઉતારા કેમ કરું રે મારે ધેર સીતા જુવે વાટ,
સીતા એકલા રે જુવે રામ લક્ષ્મણ ની વાટ….. લીલી લીંબડી…
પ્રભુ પરોણલા રે મારા ઘેર દાતણ કરતા જાવ,
દાંતણ નહીં કરું રે મારે ઘેર સીતા જુવે વાટ,
સીતા એકલા રે જુવે રામ લખમણ ની વાટ…. લીલી લીંબડી….
પ્રભુ પરોણલા રે મારે ઘેર નાવણ કરતા જાવ,
નાવણ નહીં કરું રે મારે ઘેર સીતા જુવે વાટ,
સીતા એકલા રે જુવે રામ લક્ષ્મણ ની વાટ ….લીલી લીંબડી ..
પ્રભુ પરોણલા રે મારે ધેર ભોજન કરતા જાવ,
ભોજન કેમ કરું રે મારે ધેર સીતા જુવે વાટ,
સીતા એકલા રે જુવે રામ લક્ષ્મણ ની વાટ…. લીલી લીંબડી….
પ્રભુ પરોણલા રે મારે ઘેર પોઢણ કરતા જાવ,
પોઢણ કેમ કરું રે મારે ધેર સીતા જુવે વાટ,
સીતા એકલા રે જુવે રામ લક્ષ્મણ ની વાટ… લીલી લીંબડી….