વીરપુરનો લોહાણો સારા જગમાં-ગુજરાતી ભજન
VIRPUR NO LOHANO SARA JAG MA-SANTVANI BHAJAN
રચનાઃશ્રી અરવિંદભાઇ ઠક્કર
વિરપુરનો લોહાણો સારા જગ મારે વખાણો,
જલાના પરચા જાણો ગુણલા તમે વખાણો…. ટેક
શ્રધ્ધા કરીને આવે નારાજ કોઈ ન થાયે,
ફળ એ જરૂર પાવે શ્રદ્ધાળુની સંગાથે……. વીરપુરનો લોહાણા…
ભુખ્યાની ભૂખ ભાંગે, દુખિયાના દુઃખ કાપે,
વાંજિયાને પુત્ર આપે બાપા દયાળુ નામે…… વીરપુરનો લોહાણા…
રામ નામ મંત્ર જપિયા ભોજલ રામ ધરિયા,
અન્ન દાનની જલાએ ગંગા ત્યાં વહાવી…. વીરપુરનો લોહાણા…
એ વીર થયો લોહાણો સંત સાધુમાં પંકાણો,
સેવક તમારો શાણો ગાંડામાં એ ગણાણો …..વીરપુરનો લોહાણા…