વીર વાછરા મુંજા – પ્રાચીન ભજન સંતવાણી
VIR VACHHARA MUNJA – BHAJAN SANTVANI LYRICS IN GUJARATI
રચનાઃ ભરત દાસ
વીર વાછરા મુંજા માડી જાયા વીર,
બેનીબા બોલાવે વીરા વેલો આવજે સોલંકી…. ટેક
કતલખાને કોઈ કપટી કવલી લઈ જાય,
ઈ કવલી ને બચાવવા વહેલો આવજે સોલંકી…. વીર વાછરા
લુટે લુટે કોઈ અભાગીયો અબળાની લાજ,
એની લાજુ રે બચાવવા વહેલો આવજે સોલંકી…. વીર વાછરા
માંડવે હેત બેન જોતી હોય વીર વાટ,
એના જવ તલિયા હોમવા ને વહેલો આવજે સોલંકી….. વીર વાછરા
ગાવે કાંઈ ભરત તારા ગુણ ગાન,
અમારો સાદ સુણીને વહેલો આવજે સોલંકી…. વીર વાછરા