શું પુછો છો મુજને – દેશી સંતવાણી ભજન
SHU PUCHHO CHHO MUJANE – BEST GUJARATI BHAJAN LYRICS
રચનાઃ દાસ સત્તાર સાહેબ
શું પુછો છો મુજને કે, હું છું કરુ છું,
મને જ્યાં ગમે ત્યાં, હરું છું ફરું છું…….ટેક
ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી,
વિચારી વિચારીને પગલાં ભરું છું,
શું પુછો છો મુજને કે …..
કરે કોઇ લાખો બુરાઇ છતાં હું,
બુરાઇને બદલે ભલાઇ કરું છુ….
શું પુછો છો મુજને કે …..
નથી બિક કોઇની મને આ જગતમાં,
ફક્ત એક મારા પ્રભુથી ડરું છું…..
શું પુછો છો મુજને કે …..
ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા,
પ્રેમી બનીને હું વિચરું છું…..
શું પુછો છો મુજને કે …..
છે સાદુ કવન ભક્ત સત્તારનું,
કવિ જ્ઞાનીઓને,હું તો ચરણે ધરું છું….
શું પુછો છો મુજને કે …..