સાખીઓ – જેની ગાંઠે દોકડા – સાખી સંગ્રહ
SAKHI SANGRAH IN GUJARATI
જેની ગાંઠે દોકડા, તે કરમી કહેવાય,
ડાયો પણ વણ દોકડે, ગાંડામાં જ ગણાય.
વૃક્ષ સાથ લાગી રહી, વેલ તણી જે પ્રીત,
સૂકે પણ મુકે નહીં, એહ પ્રીતની રીત.
એક બુન્દ સે સબ કિયા, નર નારી કા નામ,
સો તું અંતર ખોજી લે, સકલ વ્યાપક રામ.
કશું ન નિપજે એકથી, ફોગટ મન ફુલાય,
કમાળ ને તાળું મળી, ઘરનું રક્ષણ થાય.
કનક કામિની પાશમાં, ફસાયા સિદ્ધ મહાન,
મોહ્યા મહિલા મોહમાં, મછેન્દ્ર નાથ સમાન.
બહેરા પાસે ગાવણું, મુંગા પાસે ગાળ,
અંધા આગળ નાચવું, એ સરવે હાલ હવાલ.