સાચો રે ધણી પીર રામદે- જુના ભજન સંતવાણી
SACHO RE DHANI PIR RAMDE – GUJARATI BHAJAN LYRICS
રચનાઃ હરજી ભાઠી
એવા માતા રે મીનળદેના જાયા પીર રામદે,
પીર મારા નોધારાના આધાર રે બાવા …..
સાચો રે ઘણી રે પીર રામદે …..ટેક
કાંધે રે કામળને હાથમાં ગેડીયો,
પીર મારા ગાયોના બન્યા રે ગોવાળ …… સાચો રે ….
રામો રે રમે છે રંગ મેલમાં,
પીર મારા રમે દેવળિયા મોજાર રે ……. સાચો રે ….
મધ રે દરીયામાં પુકારે વાણીયો,
બુડતા તાર્યા વાણીયાનાં વાણ રે ……સાચો રે ….
વણજારાના વચનો રામે સુણ્યા,
મીસરીની કરી દિધી લુણ રે ….સાચો રે ….
હરી ચરણે ભાટી હરજી બોલિયા,
દેજો અમને તમારા ચરણોમાં વાસ …..સાચો રે….