સુરજ ઉગ્યો રે કેવડીયાની – ગુજરાતનાં લગ્નગીતો
SURAJ UGYO RE KEVADIYA – GUJARATI LAGNA GEET SONG
ગુજરાતની લોક સંસ્કૃતિ
સુરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે,
કે વાણલા ભલે વાયાં રે,
સૂતા જાગો રે વાસુદેવના,
નંદ કે વાણલા ભલે વાયાં રે……
સૂતા જાગો રે સુભદ્રાના વીર,
કે વાણલા ભલે વાયાં રે,
તમે જાગો રે જાગે સહુ દેવ,
કે વાણલા ભલે વાયાં રે…….
લેજો લેજો રે દાતણ ને જારી,
કે વાણલા ભલે વાયાં રે……
બેસજો બેસજો તુલસી ને ક્યાંરે રે,
કે વાણલા ભલે વાયાં રે…..
મુખ લૂજો રે પામરિયુંને છેડે,
કે વાણલાં ભલે વાયા રે,
લેજો લેજો શ્રીરામના નામ,
કે વાણલાં ભલે વાયાં રે…….