સોનલમા આભ કપાળી ભજુ તુને – ગુજરાતી ભક્તિગીત
SONAL MA AABH KAPALI BHAJU TUNE – BHAJAN SONG
રચનાઃ કવિ કાગ બાપુ
સોનલમા આભ કપાળી ભજુ તુને ભેળીયાવાળી,
ચારણના સત છૂટવા લાગ્યા પાપે કર્યો છે પેસાર,
જાગતી જોત્યુ મઢડા ટીંબે આઈ ઉગી પ્રભાત,
ઉગમણા ઓરડા વાળી ભજુ તને ભેળીયાવાળી….
મઢડે જેદી નોતર્યા માડી ચારણો શાખ પ્રસાખ,
રજ ઉડી તે દિ આભ ઢંકાણો સુરજ પુરે સાખ,
વિહોતર નાત ઉજાળી ભજુ તને ભેળીયા વાળી…. સોનલમાં આભ કપાળી
જુનાણે ચારણ નોતર્યા માડી બાળ ભણે ભલી ભાત,
અજીયા બાબતને કિધા આભે માડી એ જ મોટી અખીયાત,
પાળવા વાળી ભજુ તને ભેળીયા વાળી…. સોનલમાં આભ કપાળી
પાળિયા તે બહુ પ્રેમથી સોનલ કોઈ નો પાળે કાગ,
સાદ સુણી અને ધોડીયો ભુજાળી મઢડા વાળી માત,
પોતાના બીરદ સંભારી, ભજુ તને ભેળીયા વાળી…. સોનલમાં આભ કપાળી