હઠીલો રાવણ લંકા વાળો – SANTVANI SONG LYRICS
સંતવાણી ભજન-હઠીલો રાવણ લંકા વાળો
હઠીલો હઠ ન મેલે રે,
ઓલો રાવણ લંકાવાળો,
કુડ કપટમાં કરણી ચુક્યો,
કર્યો કુમતીએ ચાળો …. ટેક
મૃગના રૂપે બન્યો મારીચી,
કંચન કલેવર વાળો,
લંક નરેશે વેશ જ લીધો,
અરે જોગી બન્યો જટાવાળો …… રાવણ લંકા વાળો ..
હરણ કરીને લાવ્યો સીતાજી,
દાનવ દિલનો દગાળો,
અશોક વનને ફરતો મુક્યો,
રાક્ષસનો રખવાળો …. રાવણ લંકા વાળો ….
કહે મંદોદરી સુનો મહિપતી,
કેર કર્યો છે તમે કાળો,
રામ સાથે વેર બાંધીને,
ગુંથ્યો મોતનો ગાળે … રાવણ લંકા વાળો ….
કહે દશાનન ભુપ એવું કે,
ભામિની ભયને તમે ટાળો,
મારૂ બળ બતાવ્યું શિવજીને મેં તો,
મારે હાથે ઉપાડ્યો હેમાળો …. રાવણ લંકા વાળો …..
જાનકી નાથે જંગ મચાવીને,
પાડ્યો વીર ભુજાળો,
કડવો ભગત કહે રામને બાણે,
ભુપ માર્યો ભમરાળો … રાવણ લંકા વાળો …..
BEST GUJARATI BHAJAN LYRICS
ભાઇ તું સમરી લે શ્રી રામ…. Santvani bhajan in gujarati