હરિહરાની મરજી મેં તો અરજી કરી છે- ભજન
HARIHARA NI MARAJI – BEST SANTVANI BHAJAN
રચનાઃ કવિવર ગાફિલ
હરીહરાની મરજી, મેં તો અરજી કરી છે એને,
એ ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છે ને…… ટેક
દુનિયાને છોડી દોડી, મેં ચરણ ગ્રહ્યું છે એનું,
મારા જીવનની દોરી, એને જ હાથ છે ને….. હરીહરાની મરજી
છે દિન દયાળુ એ તો, સાંભળશે દાદ મારી,
એ જાણે છે મારા દિલની, હું કહીશ દિલની એને…. હરીહરાની મરજી
પ્રીત કરીને મુજથી, જુઓ પડદો કરે છે પ્રીતમ,
પ્રીતમ પ્રીતમ ઝંખે છે, દિલ દર્શન કારણ એને…… હરીહરાની મરજી
એની નજરે જીવન, જૂવો જીવું છું એ નજરે,
ગાફેલ છું પણ એની, નજર મુજ પર છે ને…. હરીહરાની મરજી