હરીરસનાં દોહા – ગુજરાતી લોકસાહિત્યનાં દુહા
HARIRAS NA DUHA – GARAVU LOK SAHITYA
રચનાઃ ઇશરદાન ગઢવી
વેતે જળ વેણું તણે, સાંગા દેને સાદ,
મમ રાખણ મરજાદ વાછા સોંતો વેરાઉત.
વાછળ ધેનુ વાળતા, જો જમરાણા લે જાય,
તો ધરમ પંથ કોણ ધાય, વાર કરવા વેરાઉત.
કામણ હેકળ કારણે, સાંગો જો સંતાય,
તો ડુંડિયત નહ દેખાય, વેરાઉત વહાણા સમાય.
સાંગા જળ થળ સાંભરે, ઈસર તણો અવાજ,
વેગે વળસીદ કર વચન, કામણ બગસણ કાજ.
સાંગા ને વાછા સહિત, દિયો ને રજા જદુરાજ,
સેવક ઇસર દાસની, એ રાખો પત મહારાજ.