હાંસલમા ખુબ હેતાળી – આઇ આરાધના – સંતવાણી ભજન
HANSAL MA KHUB HETALI – MATAJI NI CHARAJ BHAJAN LYRICS
રચનાઃ નારણદાસ
હાંસલમા ખુબ હેતાળી,
લાખેણી લોબડીયાળી,
ભજા તોય ભેળીયા વાળી,
કસેલી ઓઢણી કાળી…… ટેક
દ્વારમાં આવે કોઈ દુઃખી જન,
દુઃખમાં ડૂબેલ હોય,
આશરા નો ધર્મ સાચવી,
એને આપ દિલાસો હોય,
ભક્તિના રંગમાં ભાળી,
લાખેણી લોબડીયાળી……
કચ્છ ધરામાં ચારણ કુળે,
આવી રતડીયે આઈ,
વીસ ભુજાળી વારણા લેતી,
સોનલ જ્યાં સુખદાય,
બહુરી છે માત્ર બિરદાળી,
લાખેણી લોબડીયાળી…..
જ્ઞાતિ ગંગાને દર્શન દેવા,
નોતરી આખી નાત,
ઊંમટ્યો દરિયો ઉછળી હાલ્યો,
ચતુર ચારણ જાત,
પાયા જ્ઞાનનાં હેત પલાળી,
લાખણી લોબડીયાળી ……
દુઃખના ડુંગર ખડકાયા માથે,
ઈ કહેવા નથી આઈ,
ચારણ નારણ કે ચિત્તમાં રાખી,
ઉગારી લેજે આઈ,
અંતરની લાખેણી લોબડીયાળી……