હાં રે દાણ માગે કાનુડો દાણ માગે – રાસની રમઝટ
HA RE DAN MAGE KANUDO DAN MAGE – RAS GUJARATI
રચનાઃ નરસિંહ મહેતા
હારે દાણ માંગે કાનુડો, દાણ માંગે,
તારી મોરલી ના બોલ વાગે…. ટેક
હા રે કાન કિયા મલકનો સુબો,
હા રે મારા માર્ગ વચ્ચે ઉભો…. કાનો દાણ માગે…
હા રે કાન કિયા મલકનો સુબો,
હા રે મારા માર્ગ વચ્ચે ઉભો…. કાનો દાણ માગે…
હા રે કાન કિયા મલકનો રસિયો,
હા રે મારી નવરંગ ચુંદડી તાણી…. કાનો દાણ માગે…
હા રે કાન કિયા મલકનો મહેતો,
હા રે મારા માર્ગ વચ્ચે રહેતો…. કાનો દાણ માગે…
હા રે કાન જળ જમુનાને આરે,
હા રે એમાં કોણ જીતે કોણ હારે……કાનો દાણ માગે….
હા રે કાન નથી સાકર નથી મેવા,
હા રે ખાટી છાસમાં શું આવ્યો લેવા ….. કાનો દાણ માગે. ….
હા રે મહેતા નરસિંહનાં સ્વામી મુરારી,
હા રે તમે લુટોમાં દાડી દાડી …. કાનો દાણ માંગે