કોણે કામ કર્યા મારા – લોકપ્રિય ગુજરાતી ભજન
KONE KAM KARYA MARA – BEST SANTVANI BHAJAN
રચનાઃ ખુમાનસંગ
કોણે કામ કર્યા મારા, કોણે કામ કર્યા,
કોઈ તો બતાવો મારા, કોણે કામ કર્યા… ટેક.
હું ગ્યો’ તો ભજનમાં, રાત ત્યાં રયો તો,
પોલીસ બનીને પહેરો, કોણે ભર્યો…કોઇ તો બતાવો…
જગના આદર્યો મોટો, પાસે ન્હોતો પૈસો ખોટો
ઘરેણા છોડાવી પૈસા, કોણે તો ભર્યા…કોઈ તો બતાવો…
સદાવ્રત ખોલ્યું હાથે, દાન દેતો જમણે હાથે,
જમાતું જમાડી પરચા, કોણે તે પુર્યા…કોઇ તો બતાવો…
દેશળ મનને સમજાવે,હરિ વિના બીજું કોણ આવે,
કહે રે ખુમાનસંગ, દિલડા ન ડગ્યા…કોઈ તો બતાવો…