અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી
AKAL KALA NA OLAKHANI – BEST BHAJAN GUJARATI
CLICK TO DOWNLOAD MP3 SONG
અકળ કળા ન ઓળખાણી મેરે દાતા,
તારી કળા ન ઓળખાણી રે હો જી… ટેક.
પ્રથમ પહેલા પેદા કરિયા, પવનને વળી પાણી રે હો જી,
બહુનામી તારું બીબું બિરાજે, અનભે રમતું આણી મેરે દાતા…અકળ કળા ન…
એક બાડો ને બીજો બોબડો, એક દેવ બીજો દાણી રે હો જી,
એકને માથે ચમર ઢળે ને, બીજો ભરે ઘર પાણી મેરે દાતા…અકળ કળા ન…
રાજ તો રાવણ કો દિયો, જરા મરણ નવ જાણી રે હો જી,
ઘડી પલમાં લંકા પરજાળી, કેવા ન રાખી કાળી મેરે દાતા…અકળ કળા ન…
સુરતા રાખે તો એક શબ્દ, જણાવું વેદ સુણાવું વાણી રે હો જી,
દોય કર જોડી લક્ષ્મણ બોલ્યા, અનુભવ રમતો આણી મેરે દાતા… અકળ કળા ન…
ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ
BEST SANTVANI BHAJAN WEBSITE