અનમોલ હા હા અમ તણા,
દિવસ ક્યાં જતા રહ્યા?
જી, દિવસ ક્યાં જતા રહ્યા? ટેક
જીણ પેટ ધારી દિવ્ય કાયા,
જોગમાયા જનમતી,
દમતી સકળ પરીતાપ તે,
પગ જગત સૌ નમતી હતી,
ખમકાર કરતી ખોડલીના,
પથ્થર ગુણ ગાતા રહ્યા…. અણમોલ હા હા…
ઉજળા વાણી સાધુ બાપલ,
બુટ ભલાલ બેચરા,
ચોરાડ કુળમાં દેવ ચાંપલ,
કાન સાવજ કરધરા,
સુની સાદ આવડ માતા ના,
રવિરાજ પણ થંભી ગયા… અણમોલ હા હા
નવલાખ દળ લઈ ચડ્યો નવઘણ,
પ્રબળ ચારણ પોષિયા,
વરમંડ ઓદર ધાર વરડી,
સાત શાયર શોષિયા,
કળમા જ જળમાં પાડ કેરા,
લોઢ દળ સમજી ગયા…. અનમોલ હા હા
મોણીયા વાળી માતા નાગલ,
રાહને સમજાવીયો,
નહીં માનતા જુના તણો,
જટપાટ લઈ પલટાવ્યો,
કળમાં જ કાંગલ જો તળાજે,
રાજ વાજા રોળીયા…. અનમોલ હા હા
જગદંબા ચારણ જીવણી,
પર જાર મનસુબો હતો,
થઈ સિંહણ બાકર શેખને,
સરધારમાં ચીર્યો હતો,
ઊંધો પછાડી પીર થાપ્યો,
અકળ પરચા આપીયા…. અણમોલ હા હા
ચોરીએ ચડિયેલ માત સોનલ,
કોડીએ રમતી હતી,
વરમાળ ફેંકી વેગળી,
ગોપાલને ભજતી હતી,
જગજાળ ત્રોડી જોગણી,
બ્રહ્મચારી વ્રત પાળિયા… અનમોલ હા હા
આ સમયે વસમો અમ ઘરે,
સૌ આધ ચંડી આવજો,
જીણ પેટ જન્મે શુદ્ધ ચારણ,
વખત એ વરતાવજો,
સત કાગ આદિ ચારણુ,
કળિયુગમાં વસિયુકિતા….અણમોલ હા હા
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…