SANTVANI

અમને અડશોમા અભડાશો – ગુજરાતી ભજન

અમને અડશો મા અભડાશો – સંતવાણી ભજન


અમને અડશો માં અભડાશો,

પછી ન્હાવાને ક્યાં જશો…અમને અડશો મા અભડાશો… ટેક.

ન્યાત જાતના બંધન છૂટ્યાં, છૂટી જૂઠી લાજ,

ગુરુ પ્રતાપે અમને મળ્યું, પ્રેમ નગરનું રાજ…અમને અડશો મા અભડાશો…

અભડાવવાની બીક ના હોય તો, આવો અમારી પાસ,

ન્યાતીલા સહુ નિંદા કરે એમાં, પાપ બધા ધોવાશે…અમને અડશો મા અભડાશો…

ન્યાતના જૂઠા બંધન માંહી, કદીયે નાંહી બંધાશું,

સર્વાંગી બની સર્વ સ્થળે અમો, પ્રેમી થઈને જાશું…અમને અડશો મા અભડાશો…

પ્રેમ પંથના અમો પ્રવાસી, પ્રેમી નામ અમારું,

વ્હેમની વાટે કોણ જાય ત્યાં, જણાય હું અને મારું…અમને અડશો મા અપડાશો…

ઊંચ નીચેના ભેદ ભૂલીને, સંપીલા થઈ ફરશું,

સત્ સેવા સત્ કર્મ કરીને, અમર વરને વરશું…અમને અડશો મા અપડાશો…

ઊંચ નીચેના ભેદ જે ભૂલે તે, સાચું સુખ માણે,

દાસ ‘સત્તાર’ કહે સમજાઇ અભિમાની શું જાણે…અમને અડશો મા અભડાશો…


CLICK TO DOWNLOAD MP3


કૈલાશ જાવું અમરનાથ જાવું-પ્રખ્યાત ભજનો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago