અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ
અમને અમારી દેહું તણો નહીં વિશ્વાસ,
પારકો રે અવગુણ એ દિલડામાં ન આણીયે રે જી….અમને અમારી…
નવ તોરી નગરી એ સાંયા તોરી ખૂબ રે બની રે હોજી
એવા અવળા સવળા મણીયારે માંડ્યા છે હાટ
પારકો ભરોસો રે દલડામાં ન આણીયે રે જી…..અમને અમારી…
નેવા તારા નમીયા એજી ભીતું ગળવા લાગીયું રે હો જી
એવી ગળવા લાગી મંદરીયાની રે પછીત
પારકો ભરોસો રે દલડામાં ન આણીયે રે જી….અમને અમારી…
આ કાયામાંથી હંસો રાજા હાલ્યો, પાંજર એના પડ્યા મેલી રે હો જી
એવો છોડી હાલ્યો સરોવરીયાની રે પાળ
પારકો ભરોસો રે દલડામાં ન આણીયે રે જી…..અમને અમારી …
કોઈ નર વોરે એ જી હીરા માણેક, મોતીડાં રે હો જી
મારા ગુરુજી વોરે હીરલા પરવાળાના હાર
પારકો ભરોસો રે દલડામાં ન આણીયે રે જી…..અમને અમારી …
ગુરુના પ્રતાપે એ જી જેઠીરામ બોલ્યા હો જી
એવા જેઠીરામ ગત રે ગંગાજીના દાસ રે
પારકો ભરોસો રે દલડામાં ન આણીયે રે જી…..અમને અમારી…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…