SANTVANI

અમે નિસરણી બનીને – AME NISARANI BANI NE

અમે નિસરણી બનીને દુનિયામાં – સંતવાણી ભજન

AME NISARANI BANI NE – GUJARATI BHAJAN LYRICS

રચનાઃ દુલા ભાયા કાગ


આ ભજન અંહિથી સાંભળો …

સ્વરઃશૈલેષ મારાજ


અમે નિસરણી બનીને – આ ભજન કવિ શ્રી દુલા ભાયા કાગ દ્વારા લખવામાં આવ્યું છે.જેમાં કાગબાપુ કહે છે કે અમે આ સમાજ માટે એક નિસરણી બનીને ઉભા હતાં છતાં કોઇ ચડનારા ન મળ્યાં.એટલે આમાં ઘણાં બધાં રૂપક કાગ બાપુએ મુકીને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અમે આ દુનિયાને સાચો રસ્તો બતાવવા માટે ગમે તે કરી ગયા છતાં તેમાં કાંઇ પણ પરીવર્તન આવ્યું.એક માર્મિક ચાબખાઓ સાથે આ ભજન આજનાં સમાજજૂવનને ઘણું બધુ કહી જાય છે.


અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા,

ચડનારા કોઇ નો મળ્યા,

અમે દાદરો બનીને ખીલા ખાધા,

તપસ્યાના ફળ નો મળ્યા …ટેક


માથડા કપાવી અમે ઘંટીએ દળાણા,

ચુલે ચડ્યાને પછી પીરસાણા,

જમનારા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


નામ રે બદલાવ્યા અમે પથિકોને કાજે,

કેડો બનીને જુગ જુગ સુતા,

ચાલનારા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


કુહાડે કપાણા અમે આગ્યુંમાં ઓરાણા,

કાયા સળગાવી ખાક કિધી,

ચોળનારા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


પગે બાંધ્યા ઘુઘરાને માથે ઓઢી ઓઢણી,

ઘાઘરી પહેરીને પાડમાં ઘુમ્યા,

જોનારા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


સ્વંયવર કીધો આવ્યા પુરૂષો રૂપાળા,

કરમાં લીધી છે રૂડી વરમાળા,

મુંછાળા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


કાગ બ્રહ્મલોક છોડ્યો પતિતોની કાજે,

હેમાળેથી દેહું પડતી મેલી રે,

ઝીલનારા કોઇ નો મળ્યા રે ….અમે નિસરણી …


આ ભજન અંહિથી ડ઼ાઉનલૉડ કરો…

MP3 FILE: MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI BHAJAN ,SANTVANI DHAM

મુળ મહેલમાં વસે ગણેશા – ગુજરાતી ભજન


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago