હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત કારણે સંકટ સહ્યાં છે,
રાણી અને પુત્ર વેચાયા, આંખેથી આંસુના વહ્યાં,
પતિ કારણે પરીતાપ સહેતી, હરખીને હુલાસમાં….
અમ દેશની આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં….
રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુરત હશે,
આજ્ઞા પિતાની પાળવા, એ વિકટ વનમાં જય વસે,
ત્યાગી સુખો વૈભવ તણાં, સીતા હતા સહવાસમાં….. અમ દેશની આર્ય
સુરભી તણી સેવા કરી, જેણે યોગનું સાધન કર્યું,
વેદાંત અને ઉપનિષદમાંથી, ગીતા નું સર્જન કર્યું,
તે દેવકીજી શ્રીકૃષ્ણને, ભલે જન્મ દે કારાવાસમાં….. અમ દેશની આર્ય
એભલ ગયો નિજ ઓરડે, ત્રીયા અલ્પ ઉપહાસ્ય કર્યું,
તેદી પોઢેલ ચાપો પારણે, એણે વસ્ત્ર મુખ ઉપર ધાર્યું,
તે દી જોગમાયા જીભ કરડી, સીધાવી સ્વર્ગવાસમાં….. અમ દેશની આર્ય….
એ જનેતાને ઉદર નભ થંભ,જશો ચાપો થયો,
મસ્તક ધર્યું મહાદેવને, ઢુંઢ લઈ દળમાં ધસ્યો,
લડતું પડતું ધડ લાઠીએ, અને કાઠી ગયો કૈલાશમાં.. અમ દેશની આર્ય
ધન કુખ જીજાબાઈની જેથી શિવાજી પાક્યો હતો,
તલવાર કેરી ધાર પર, હિન્દુ ધર્મ રાખ્યો હતો,
પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં….. અમ દેશની આર્ય
અરવલ્લી એ આટકી, એ શાહની સામે થીયો,
ચિત્તોડગઢથી છુટતો, રાણો રજળતો થઈ ગયો,
રાણી અને વળી રાજકુંવરો, વસ્યા જઈ વનવાસમાં….. અમ દેશની આર્ય
વેધ્યો કુંવર નીજ વાણીયે, હાથે છતાં મુખડું હસે,
એવું શગાળશા નું નામ સુણતાં, રુવાડા બેઠા થશે,
ચંગાવતીએ શિર ખાડીયુ, હરખીને હુલ્લાસમાં….. અમર દેશની આર્ય
બુદ્ધિ ભ્રષ્ટ થઈને માંડલીક, એક દી મોણિયે આવ્યો હતો,
તે દી નેણ હસતે નાગબાઈએ, એને ખૂબ સમજાવ્યો હતો,
પછી સિંહણ થઈને શિયળ ભક્ષ્યુ, એને પાડ્યો એક જ ત્રાડમાં…… અમ દેશની આર્ય
અરજી અમારી સાંભળી, ભગવાન ભેરે આવજો,
આઝાદ બનાવે પુત્રને, એવી નારીયુ નીપજાવજો,
કવિ “કાન” કે સુપુત્ર જન્મે, એમ ચાહું શ્વાસોશ્વાસમાં….. દેશની આર્ય રમણી
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…