આઇયુંની એંધાણી – માતાજીની ચરજ – સંતવાણી ભજન
AAIYU NI ENDHANI – MATAJI NI CHARAJ
રચનાઃ કવિ કલ્યાણ કારી
આઈયુની એંધાણી જુગ જુગ ની કહાણી,
આવી મારી આઈયુની એંધાણી…. ટેક
રવિનું રથ રોકી ઘોડલાની લગામ જાલી,
ભેળીયો ભારી ભાણ ઉભો અણ આવળે તાણી…. આવી મારી આઈયુની એંધાણી
સાત સમંદર સોસી જુલમથી જાહલ છોડાવી,
ભાલે બેસી ભડકા ઠાર્યા આગ ભેળીએ ઓલાણી…. આવી મારી આયુની એંધાણી
ગીતા જ્ઞાન થાતા કલમા કુરાન વંચાણી,
પાટ જુનો પલટાવી હાડ હિમાલય ગાળી…. આવી મારી આયુની એંધાણી
ચરાવળવાના ચોકમાં પેથલ કરે પોકાર શક્તિઓ ક્યાં સમાણી,
લેલાદેની લાજુ રાખી દિલ્હીમાં સિંહણ દેખાણી…. આવી મારી આયુની એંધાણી
સરધારમાં શેતાની સુબો જેની હક વાગે ભારી,
સિંહણ રૂપ ધારી ઊંધો પછાડી પીર થાપનારી…. આવી મારી આયુની એંધાણી
ડગ્યા નહિ દેવળ તારા અરણેજમાં ફરે આણ તારી,
મોટા મહીપતી ભાગ્યા ત્રિશુલ તલવાર તાણી… આવી મારી આયુની એંધાણી
મામડિયાના મેણા ભાંગવા સાત શક્તિયુ પારણે ઝુલાણી,
મુર્છા ઉતારી ભાઈ મેરખીયાની જાલન ખોડલ કે વાણી…. આવી મારી આયુની એંધાણી
સીનુગ્રાના સીમડા આવ્યા ધમરા ધોરની જોડી ઘવાણી,
સિંહ બળદ ગાડે જોડી એ વાત દુનિયામાં વંચાણી…. આવી મારી આયુની એંધાણી
આ અવની ઉપર આવી આઈયુ કરવા સાચાની સહાય,
કલ્યાણ કારી આઈ સોનલ મા મઢલમાં ભાળી… આવી મારી આયુની એંધાણી