આવા કળિયુગમાં હાજરા હજૂર છે,
તરત પીર જુઓ તપધારી,
યકીન દિલથી યાદ કરી લ્યો, વહેમ ન રાખજો લગારી…. ટેક….
એ તરત પીર ના પરચા તરત છે,
માનતા લ્યો મન દઢધારી,
વિશ્વાસ રાખી વહેલા જાજો,
અવધી ન આપે એ અવતારી…. આવા કળિયુગમાં
એ ફક્કરડ ફરીને ફાવતું નથી,
મસ્જિદ દરગાહ ને મજારી,
જંગી વગડાની વાટે બેઠા છે,
બાવળ ઝારાની કરીને બારી….. આવા કળિયુગમાં
એ પ્રસાદ ધૂપ દીપ શ્રીફળ વધેરી,
દૂધ ફૂલડી લે દરબારી,
માનવ પશુ પંખીઓ પામે,
પ્રસાદ લે ત્યાં જ પેટ ઠારી ……આવા કળિયુગમાં
એ કાષ્ઠ કોઈપણ કપાય નહીં,
દાતણ કીમ ન જાય બાર બારી,
રાયમલ ચરણે પ્રેમજી કહે પીર,
પીડા ઓઢી લે પરબારી…. આવા કળિયુગમાં
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…