આવો તો આનંદ કરીએ- સંતવાણી ભજન
AVO TO ANAND KARIYE – BHAJAN LYRICS GUJARATI
રચનાઃ સંત રામૈયો
આવો તો આનંદ કરીએ, ન આવો તો પત જાય,
ગરવા માયલા નાથજી, આ અવસરીએ આવજો… ટેક
કાયામાં કળીંગો વ્યાપ્યો, થોડે થોડે ખાજો,
હું રે સુહાગણ સુંદરી, મારે તમારો આધાર જો…ગરવા માયલા નાથજી…
ખાંડુ ખડગ હાથમાં લીધા, ભાગ્યો કાળીંગો જાય જો,
ભાગું તો નાથ ઉગરું, ગુરુજી કરો ને સહાય જો…ગરવા માયલા નાથજી…
અંતરના વાજા વાગ્યા, વ્રેમાંઙ જાવું તારી વાટ જો,
ભાવસાગરમાં બુડતા મારા, ગુરુએ પકડી બાંય જો…ગરવા માયલા નાથજી…
વેલનાથ તમારા બાથમાં, બાજીગરનો ખેલ જો,
વેલાબાવા ચરણે બોલ્યા રામૈયો,ગુરુ ચરણોમાં દેજો વાસ…ગરવા માયલા નાથજી…
અપની અપની બોલી મેં – ગુજરાતી ભજન સંગ્રહ
સુંદર સંતવાણી ભજન સંગ્રહ