DUHA-CHHAND

આહિરનાં દુહાઓ – AHIR NA ENDHAN DUHA

આહિરનાં દુહાઓ – સંતવાણી ભજન

AHIR NA ENDHAN -DUHA – આહિરનાં દુહાઓ


ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં એક ખમીરવંતો સમાજ એટલે આહિર સમાજ.જેનો ઇતિહાસ બહુ ઉજ્જવળ છે,તેવાં સમાજે ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારીતાને જાળવવામાં બહું મોટું યોગદાન આપેલું છે.અને તેવા આહિર સમાજને મુલવતા કેટલાંક દુહાઓ અંહિ આપવામાં આવ્યાં છે.


ઘેર કુંઢી દોણા ભરે,જુવારે ઘર છલકાય,

દેજે કહ્યાગરા દીકરા તું અમને,

લીરલબાઇ તું તો કોથળી વારી આઇ.


દી ઉગે ને દાન દિયે,

ભભકે ઘીની ધાર,

સૌ મેમાનને સરખા ગણે,

ઇ છે આહિરનાં એંધાણ.


મુખથી જુઠું બોલે નહીં,

ને નિરખે નહીં પર નાર,

રાજાનું પણ રક્ષણ કરે,

ઇ છે આહિરનાં એંધાણ.


જાજા વેરી જોઇને કોઇ દિ,

હૈયામાં ન પામે હાર,

લડવામાં પાછા કોઇ દી નો હટે,

ઇ છે આહિરનાં એંધાણ.


દુનિયા જેને જાંકારો દિયે,

અને રાખે ન ઘરમાં રાણ,

પણ માથા સાટે મુલવે,

ઇ છે આહિરનાં એંધાણ.


મુખથી જુઠું બોલે નહીં,

નિરખે ન અવર નાર,

ધર્મ ધીંગાણે પાછા ન પડે,

ઇ તો આહિરનાં એંધાણ.


સંતવાણી દુહાઓ,ગુજરાતી દુહા,DOHA IN GUJARATI,SANTVANI DHAM

કંકુ છાંટી કંકોતરી મોકલો – LAGNA GEET


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago