આહિરનો આવકારો – ગુજરાતી ગીત-આહિર સમાજ
AHIR NO AAVKARO – BEST GEET IN AHIRAT
રચનાઃ કવિ માવ
આવો આહિરનો આવકારો, આહિરનો આવકારો,
ભાઈ જેનો જરાય નો મળે જાકારો… ટેક.
સોલંકી જેવો જેને ગોતી શક્યો નહીં,
જેનો રાખે આહિર રખવાળો,
નવઘણને બદલે ઓલા નિમાધારી દેવાયતે,
એના ઉગાને નો ઉગાર્યો…આવો આહીરનો…
ખમીરવંતો એક થીયો ખીમો,
ઓલો બકુતરો નાની બરારે,
આહિરના ઘરે જોગમાયાઓ એવી,
દેતી દાનમાં આભરણ દાતા રે…આવો આહીરનો…
મામા કંસનો ચોર મથુરામાંથી,
ઓલો કૃષ્ણ પણ ગોકુળમાં આવ્યો,
ભયંકર હતા એ શત્રુ માથે તોય,
આંગણે કાનુડાને ઉછેર્યો…આવો આહિરનો…
નંદબાબા તો કંઈ જ બોલે નહીં,
પણ મા જશોદાને દુઃખ જાજો,
‘માવ’ કવિ કહે માને નહીં માતાજી,
કનૈયાના અવગણિત છે ઉપકારો… આવો આહીરનો…