આ કલીયુગના બાવા,
ઘરે ભેખ ધુતીને ખાવા…. ટેક
તિલક છાપ કરી માળા પહેરે,
લોકોને ભરમાવા,
ફરી ફરીને જોયું જગતમાં,
જ્યાં ત્યાં આવાને આવા…. આ કળિયુગના બાવા
દેશ છોડી પરદેશ ફરે,
ધન ધાનને ખૂબ કમાવા,
મંદિર મળે આવકવાળું,
ત્યાં બેસે બાવો ધૂણી ધખાવા…. આ કળિયુગના બાવા
ખાઈ ચકાચક માલ મલિન્દા,
પછી બેસે એ ગાવા,
લાંબા ટૂંકા હાથ કરે,
પરનારી ને લલચાવા…. આ કળિયુગના બાવા
ગાંજો ભાંગ તમાકુ પીને,
કરતા કાવા દાવા,
મતલબીયા થઈને મસ્ત બને,
પછી બેસે તાન લગાવવા…. આ કળિયુગના બાવા
ઢોંગી થઈને ધૂતે જગતને,
લાગ્યા માલ પચાવા,
ગુરુ કર્યા પણ જ્ઞાન વિના એ તો,
બેઠા ભેખ લજવવા…. આ કળિયુગના બાવા
લાખોમાંથી નીકળે થોડા,
ભેખની ટેક નિભાવા,
દાસ ‘સતાર’ સાચા ની સંગે,
લઈએ પ્રેમે લાવા…. આ કળિયુગના બાવા
Old Bhajan Song,All Gujarati Songs Lyrics
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…