SANTVANI

આ જુગમાં છે દેહ અભિમાન ઘણું – સંતવાણી

આ જુગમાં છે દેહ અભિમાન ઘણું – ભજન


AA JUG MA CHHE DEH ABHIMAN GHANU – BHAJAN SONG


CLICK TO DOWNLOAD MP3


આ જુગમાં છે દેહ અભિમાન ઘણું,

તેણે કરીને ભોગવે આતમ જીવ તણું… આ જગમાં છે… ટેક.


સાચે મનથી સદગુરુ સાથે, હૈયે ન આણ્યું હેત,

સંતને ન નમ્યો હરિને ન ગમ્યો, અંતે થયો ફજેત,

એજી સુખ દુઃખમાં વ્યાપે રે, આનંદ નહીં આવે અણું રે… આ જુગમાં છે…


મારું મારું કરતો પ્રાણી, ઝાજું જતન કરે,

આ સંસાર સ્વપ્ન સરીખો, અર્થ ન એક સરે,

કાંઈ નથી લેતાં રે એ, કારણ કબુધ તણું રે… આ જુગમાં છે…


જય વિજય અહંકારે ચડિયા, એ તો પળિયા હરિને દ્વાર,

તું તો પરગટ પામર પ્રાણી, કોણ જ માત્ર વિચાર,

જશે એમ ઊડીને રે, તું તૂર જેમ આક તણું રે… આ જુગમાં છે…


તન અભિમાની મન અભિમાન વચન અભિમાન કહે,

જૂઠું બોલે જૂઠું રે ચાલે, લખ ચોરાસી જીવ વહે,

ભજન હરિનું બેસીને, નવ કીધું એક ક્ષણું રે… આ જુગમાં છે…


સત શાસ્ત્ર સદગુરુથી સમજે, ઉપજે શુદ્ધ વિચાર,

આપ ટળે અભિમાન ગળે, એમ કહે રવિ દાસ સુતાર,

થઈ સ્વરૂપે એ રતી, એક રહે ન અણું રે… આ જુગમાં છે…


કૈલાશ જાવું અમરનાથ જાવું-પ્રખ્યાત ભજનો


 

SANTVANI DHAM

Recent Posts

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

14 hours ago

અમને અડશોમા અભડાશો – ગુજરાતી ભજન

અમને અડશો મા અભડાશો - સંતવાણી ભજન અમને અડશો માં અભડાશો, પછી ન્હાવાને ક્યાં જશો...અમને…

2 days ago

દોહા (સાખીઓ) – કવિ કાગનાં દોહા

દોહા (સાખીઓ) - ગુજરાતી દોહા -કાગબાપુનાં DOHA (SAKHI) - GUJARATI DOHA - KAGBAPU NA DOHA…

2 days ago

કિસ દેવતા ને આજ મેરા – ગુજરાતી ભજન

કિસ દેવતા ને આજ મેરા - ભજન KIS DEVATA NE AAJ MERA - BHAJAN LYRICS…

3 days ago

લીલી લીંબડી રે લીલો – ગુજરાતી લોકગીત

લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ LILI LIMBADI RE LILO NAGARVEL NO CLICK TO DOWNLOAD…

3 weeks ago

ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ

ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ - ભજન સંતવાણી  GURU VANDANA GUJARATI SAKHI LYRICS  CLICK TO…

1 month ago