BHAJAN

ઇસરદાનનાં દુહાઓ – પ્રાચીન દુહા સાહિત્ય

ઇસરદાનનાં દુહાઓ – દુહા છંદની રમઝટ


ISARDAN NA DUHA – GUJARATI DUHA LYRICS

રચનાઃ કવિ ઇસરદાન


CLICK TO DOWNLOAD MP3


લાગા હું પહેલો લડી, પિતાંબર ગુરુ પાય,

ભેદ મહારસ ભાગવત પાયો જીણ પસાય.


પહેલો નામ પરમેશ્વરો, જિણ જગ મંડ્યો જોય,

નર મુરખ સમજે નહીં, હરિ કરે સો હોય.


સીતા લેતાં કુળ સહિત, લંક દશશિર ખોય,

રંડાણી મંદોદરી, હરિ કરે સો હોય.


નર રચી હોવે નહીં, હર રચી વહે હાલ,

ઇન્દ્રાસન લેતાં બલિ, પેઠ ગયો પાતાલ.


એળેંહી હરિ નામ, જાણ અજાણ જપે જો જહાં,

શાસ્ત્ર વેદ પુરાણ સર્વ, મહીં તત અક્ષર સાર.


સરસત સ્નેહ જપાં, ગણપતિ લાગાં પાય,

ઈશર ઇશ આરાધવા, સુદબુધ કરો સહાય.


જાડ્ય ટળે મન ગળે, નિરમળ થાયે દેહ,

ભાગ્ય હોય તો ભાગવત, સાંભળીયે શ્રવણેહ.


ભક્ત વસ્તલ મો દે ભગતિ ભાંજ પરાસહ ભ્રમ,

મુજતાણા ક્રમે મેટવા, કથો તુહારા ક્રમ્મ.


પીઠ ધરણિધર પાટલી, હરસુત લેખન હાર,

તઉં તોરાં ચરિતાં તણો, પરમ ન લભ્ભે પાર.


કથાં કેમ ઇશર કહે, ખાણ સફળ પ્રત ખેત,

વાણી શ્રવણ મન વિષય સોં, નિત્ય અગચર નેત.


નામ સમો વડ કો નહીં, જપ તપ તીરથ જોગ,

નામે પાતક ઘુટીયે, નામે નાશે રોગ.


જ્યાં જાગે ત્યાં રામ જપ રામ સુતાં રામને સંભાળ,

ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર.


નારાયણ રો નામટો ભુછાંહી ભલવેણ,

ચોપડયો ચંગો થીયે, જેહડો તેહડો ખેણ.


નારાયણ પરલોક મેં દો આવત હૈ કામ,

દેને કો ટુકડા ભલા ઔર લેને કો હરિ નામ.


નામ લિયો ઇણ સબ કિયો સકલ શાસ્ત્ર કો ભેદ,

બિના નામ નરકે ગિયો, પઢ પઢ ચારોં વેદ.


ભાગ્ય બડા રામ ભજ રામ, વખત બડા કછુ દે,

અકલ બડી ઉપકાર કર, દેહ ધરયા ફળ એહ.


આજ રે શામળિયે વહાલે – સંતવાણી ભજન ગીત


BEST BHAJAN SANTVANI LYRICS WEBSITE


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago