BHAJAN

ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા – માતાજીનું ભજન

ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા – માતાજીની ચરજ


UNCHE RE DUNGAR AYI TARA ORADA – KHODIYAR MA NU BHAJAN

રચનાઃ નંગા ચારણ


CLICK TO DOWNLOAD MP3


ઉંચે રે ડુંગર આઈ તારા ઓરડા,

નેજાળી નીચે રે નદીયુ રે કેરાને નીર,

વરદાયિની હો માં છો દયાળી રે હો ,

ખોડલ માડી વેલેરી કરજો અમારી વાર….


નવઘણ દળ લઈને એ મારી હાલ્યો,

માડી એને દરિયો રે આડો અપરંપાર,

મોજા ઉછળે રે હો માર્ગ એમાં મળે નહીં અરે હો,

માડી તું તો સંકટમાં કરજો ને અમારી સહાય….


નવઘણ આયો વરૂડી ના એ જોને દેશમાં,

માતાજીને કર જોડીને લાગ્યો પાય….

વારણા લીધા રે હો આશિષ મા એ દીધા રહે હો,

ભગવતી પુરણ રે કરજો અમારા કામ…..


પાછા વાળો રે નવઘણ એ વીરા ઘોડલા,

શૂરવીર પછી રે જાજો સિંધની મોજાર,

આંગણે આવો અરે હો જમવા ને પધારો રે હો,

વીર તમને વીનવે છે વરૂડી ચારણ બાળ…..


નવઘણ આયો આઈને જોને નેશ રે,

ભગવતીએ કટક તો જમાડ્યું કુલડીમાં,

ચકલી બની હો ભાલે થઈ માડી સવારી હો,

માડી મને મારગ બતાવોને સમંદરની માંય…..


સુમરાની માર્યો મા એ જોને સિંધમાં,

મારી તે તો ઉતાર્યા ભૂમિ રે કેરો ભાર,

માટેલ વાળી હો દેવ છો તું તો દયાળી,

માડી તમે રાખી છે જુનાણા કેરી લાજ…..


નંગા ચારણે ગાયો માડી ભેળીયો,

આઈ તમે રાખો ચારણ કુળની લાજ,

ગુણલા ગાવું રે હો શિષ ઝુકાવુ રે હો,

માડી તમે વંદન છે વારંવાર….


MATAJI NO BHELIYO-AVAL MA NO BHELIYO


GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago